Talati Exam: પંચાયત પસંદગી બોર્ડ દ્વારા રાજ્યમાં તલાટીની પરીક્ષા રવિવારે યોજાઈ હતી. આ પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ દ્વારા આજે રાત્રીના 12 વાગ્યા પેહલા વેબસાઇટ પર આંન્સર કી મૂકવામાં આવશે. આન્સર કી અપલોડ થયા બાદ નિયમ મુજબ ઉમેદવારો ને વાંધા સૂચન રજૂ કરવા માટે સમય આપવામાં આવશે. વાંધા સુચનોના નિરાકરણ બાદ આખરી પરિણામ તૈયાર કરી જૂન મહિનામાં જાહેર કરવામાં આવશે.

નોંધનીય છે કે, તલાટીની પરીક્ષા માટે 8 લાખ 64 હજાર થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપવા સંમતિ આપી હતી. 8 લાખ 64 હજાર થી વધુ ઉમેદવારો પૈકી 5 લાખ 72 હજાર 308 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ રીતે જોઈએ તો 66.3 ટકા ઉમેદવારો એ તલાટીની પરીક્ષા આપી હતી.

નોંધનીય છે કે, રાજ્યમાં પાંચ વર્ષ બાદ 3400થી વધુ જગ્યાઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષામાં અંદાજે  5.72 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.  રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થતા હસમુખ પટેલે સરકારી સંસ્થાઓ પોલીસ અધિકારીઓ રેલવે વિભાગ, એસટી વિભાગ સહિત તમામ લોકોનો આભાર માન્યો હતો. 

હસમુખ પટેલે કહ્યું હતું કે, પરીક્ષાખંડમા પહોંચતા પહેલા સૌ પ્રથમ વિધાર્થીઓને ચેક કરવામા આવ્યા હતા. કોઈ પણ સ્થળે ગેરરીતી સામે આવી નથી. એસટી બસે પણ બસો મુકી તે સારી વાત છે.  સ્વૈચ્છિ સંસ્થાઓએ સારી કામગીરી કરી છે. 

પોલીસ વિભાગે પણ ખૂબ જ સરસ કામગીરી કરી છે. ગામડાઓમા લોકો ઉમેદવારોની વ્હારે આવ્યા હતા. પ્રાંતથી લઈ ડીવાયએસપી સુધીના અધિકારી કામગીરીમાં હતા. ગુજરાતની પ્રજાએ પરીક્ષાને પસંગ્રમા બદલી નાખી. અમદાવાદના રીક્ષા ચાલકોનો પણ આભાર. એસટીની સ્પેશિયલ બસોમા 60 ટકા બુકિંગ થયું હતું. જિલ્લા વહીવટી તંત્રનો આભાર. ગાંધીનગરના છાત્રાલમા ટ્રાફિક જામ થયો હતો. 

મીડિયાએ પણ સમાજ માટેની પ્રતિબધ્ધતા બતાવી. પંચાયત વિભાગે પણ ખૂબ સારી મદદ કરી હતી. શનિવારે તાલીમ રાખી હતી તેમા પણ બધા મુ્દ્દાઓ ધ્યાને લીધા છે. પંચાયત પંસદગી બોર્ડના બધા સભ્યો હાજર છે. અમારા તમામ સભ્યોએ એક જ દિશામા વિચાર્યું છે. 

હસમુખ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે શાંતિપૂર્ણ રીતે રાજ્યમાં તલાટીની પરીક્ષા પૂર્ણ થઈ છે. જૂન મહિનામાં પરિણામ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે જ તેમણે તમામ સરકારી અધિકારીઓ અને સંસ્થાઓનો આભાર માન્યો હતો.      

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here