Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પીએમ મોદીના પ્રચારનો આજે ત્રીજો દિવસ છે. આજે પીએમ મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજ બાદ ભરૂચના જંબુસરમાં ચૂંટણી સભા સંબોધી. જ્યા તેમણે કહ્યું કોરોનાકાળમાં ભરૂચમાં બનેલી દવાએ દુનિયામાં અનેક લોકોનાજીવ બચાવ્યા છે. એક જમાનામાં ભરૂચ જિલ્લામાં ગરીબોના રાશનકાર્ડ પણ લૂંટી લેવાતા હતા.
પીએમ મોદીના સંબોધનના અંશ
- ભાજપ વિકાસવાદની રાજનીતિ લઈને આવી છે
- 20 વર્ષની અંદર ભરૂચ અને ગુજરાત બદલાયું
- બે દશક પહેલા ભરૂચ જિલ્લામા માથું ઊંચું કરીને ઉભા રહેવું હોય તો ચિંતા થતી હતી
- અગાઉ વાર તહેવારે તોફાનો થતા હતા
- 20 વર્ષની અંદર જુદા જુદા ક્ષેત્રોમં ખૂબ વિકાસ થયો
- ઉદ્યોગોમાં ભરૂચ જિલ્લો આગળ નીકળ્યો
- બે દશકમાં ભરૂચ જિલ્લામાં ઉદ્યોગોની સંખ્યામાં વધારો
- ફર્ટીલઇઝર, કેમિકલ, દવાઓની મોટામાં મોટી કંપનીઓ ભરૂચમાં
- કોંગ્રેસવાળાને ખબર જ નથી કે આદિવાસી શું હોય છે
અટલજીની સરકારે પહેલીવાર આદિવાસીઓ માટે મંત્રાલય બનાવ્યું, આદિવાસીઓ માટે બજેટ બનાવ્યું અને આદિવાસીઓના કલ્યાણ માટે કામ કર્યું.
– પ્રધાનમંત્રી શ્રી @narendramodi#કમળ_સાથે_સમૃદ્ધ_ગુજરાત
Reels
— BJP Gujarat (@BJP4Gujarat) November 21, 2022
આ ઈમાનદાર સરકાર, મહેનત કરનારી સરકાર અનેક યોજનાઓ લાવી જેના કારણે આદિવાસીઓનું કલ્યાણ થઈ રહ્યું છે.
– પ્રધાનમંત્રી શ્રી @narendramodi#કમળ_સાથે_સમૃદ્ધ_ગુજરાત
— BJP Gujarat (@BJP4Gujarat) November 21, 2022
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનું જંબુસર ખાતે ભવ્ય વિજય સંકલ્પ સંમેલન #કમળ_સાથે_સમૃદ્ધ_ગુજરાત https://t.co/Qs5jgNBMUe
— BJP Gujarat (@BJP4Gujarat) November 21, 2022