કેજરીવાલનો દાવોઃ ગુજરાત ભાજપના અધ્યક્ષ પદ પરથી સી.આર. પાટીલને હટાવાશે.

દિલ્લીના મુખ્યમંત્રી અને આપના નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને લઈને એક મોટું ટ્વીટ કર્યું છે. જેને કારણે ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ખૂબ જ ડરી ગઈ છે. સૂત્રો પ્રમાણે, બહુ જલદી ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને હટાવાઈ શકે છે. શું ભાજપા આટલી બધી ડરી ગઈ છે?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી ખૂબ જ સક્રીય થઈ ગઈ છે. તેઓ સરકારી વિભાગો સાથે સંકળાયેલા કર્મચારીઓની સમસ્યાઓ દૂર કરવાની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે આજે ફરી એકવાર આમ આદમી પાર્ટી દ્વારા તેના સત્તાવાર ગુજરાત આમ આદમી પાર્ટીના ટ્વીટર હેન્ડલથી વધુ બે સરકારી વિભાગના કર્મચારીઓને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. 
તેમણે આપના નેતા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના હવાલાથી ટ્વીટ કર્યું છે કે, ગુજરાત રાજ્ય પરિવહન નિગમ તેમજ હોમગાર્ડસના તમામ કર્મચારીઓની સમસ્યાનું આમ આદમી પાર્ટીની સરકાર બનવાના 1 મહિનાની અંદર જ નિરાકરણ લાવીશું! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here