ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. મળતી જાણકારી અનુસાર, હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદ વરસશે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસશે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે તો કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી કરી હતી.

વેસ્ટર્ન ડિસ્ટર્બનન્સના કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આગામી બે દિવસ વીજળીના કડાકા સાથે વરસાદ વરસી શકે છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરાઇ હતી.  30 એપ્રિલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરાઇ છે.

કચ્છમાં 40 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ વરસી શકે છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદમાં વીજળી સાથે તો અરવલ્લી, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે. એક મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી ,મહીસાગર, અમરેલી, ગીરસોમનાથ , ભાવનગર સહિત અનેક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે માવઠાની આગાહી કરાઇ હતી.

હવામાન વિભાગે ખેડૂતો માટે એડવાઇઝરી જાહેર કરી છે. ભારે પવન ફૂંકાતા ખેતરમાં ઊભા પાકને નુકસાન થઇ શકે છે. તૈયાર પાક ખુલ્લામાં ન રાખવાની પણ ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.

Gujarat Weather Update: રાજ્યના 36 તાલુકામાં વરસાદ, ગોંડલમાં દોઢ ઈંચ વરસાદ, માર્કેટિંગ યાર્ડમાં મરચાનો પાક પલળ્યો

Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ગઈકાલે રાતથી જ વરસાદ શરુ થયો હતો. તો બીજી તરફ આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 36 તાલુકામાં વરસાદ પડ્યો છે. સવારના બે કલાકમાં ગોંડલમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો.જ્યારે કોટડા સાંગાણી અને જામકંડોરણામાં એક એક ઇંચ વરસાદ પડ્યો હતો.

સવારના બે કલાકમાં જૂનાગઢ શહેર અને તાલુકામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. સવારથી અત્યાર સુધીમાં કોડીનાર, માંગરોળ, કેશોદ અને મેંદરરડામાં અડધો-અડધો ઇંચ પડ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાનો પાક પલળ્યો હતો. ગોંડલ યાર્ડમાં મરચાની ભારી મોટા પ્રમાણમાં પલળી ગઈ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તૈયાર મરચાનો પાક પલળી જતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. એક બાજુ મરચાના ભાવ આસમાને તો બીજી બાજુ સતત બીજી વખત મરચાનો પાક માર્કેટિંગ યાર્ડમાં પલળ્યો છે. મરચાની સાથે ડુંગળીનો પાક પણ પલળ્યો છે.

ગુજરાતમાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતમાં  પ્રિમોનસૂન રેઇન એટલે કે ચોમાસા પહેલા માવઠાની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી ગુજરાતમાં  પ્રિમોનસૂન રેઇન એટલે કે ચોમાસા પહેલા માવઠાની સ્થિતિ સર્જાઇ છે. અમદાવાદ ગાંધીનગર સૌરાષ્ટ્ર કચ્છ સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં એસજી હાઇવે, ગોતા, રાણીપ , બોપાલ, સાઉથ બોપલ, સેલા, સાબરમતી,બાપુનગર, મણિનગર સહિત વેજલપુરમાં કમોસમી વરસાદે મોનસૂન જેવો માહોલ સર્જી દીધો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here