Tunisha Sharma Death Case: તુનીષા શર્માના મૃત્યુ પહેલા એ એક મ્યુઝિક વીડિયો શૂટ કરવા માટે સેટ પર હાજર હતી. તે બિલકુલ નોર્મલ હતી અને 5 કલાક પહેલા જ તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો અને કેટલીક નોટ શેર કરી હતી. થોડી વાર પછી જ તેનો મૃતદેહ પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો. જો કે આ કથિત આત્મહત્યા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે.

તુનીષા શર્મા(Tunisha Sharma) ટીવી એક્ટ્રેસ ના મૃત્યુ ના મામલે શીજાન ખાનને તેના કો-સ્ટાર (Sheezan Khan)ને વસઇ કોર્ટે 4 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. વાલીવ પોલીસે ગઇકાલે તેની આઇપીસીની ધારા 306 (આત્મહત્યા માટે ઉશ્કેરણી) અંતર્ગત ધરપકડ કરી લીધી છે. શીજાન ખાનના વકીલ શરદ રાયે કહ્યું કે તેના ક્લાયંટ પર લગાવવામાં આવેલા તમામ આરોપ પાયાવિહોણા છે અને ફક્ત શંકાના આધારે આરોપો લગાવવામાં આવ્યા છે.

મુંબઇમાં શનિવારે તુનીષા શર્માએ સીરિયલના સેટ પર કથિત રૂપે આત્મહત્યા કરી લીધી હતી. તેનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો હતો. એસીપી ચંદ્રકાંત જાધવે જણાવ્યું કે એક્ટ્રેસની માતાએ આ મામલે FIR કરી છે. અમે આ મામલે તપાસ કરી રહ્યાં છીએ.

20 વર્ષની તુનીષા શર્મા પોતાની મૌત પહેલા એ એક મ્યુઝિક વીડિયો શૂટ કરવા માટે સેટ પર પહોચી હતી. હાજર સેટ પર ના લોકોએ પોલીસને જણાવ્યું કે તે બિલકુલ નોર્મલ હતી અને 5 કલાક પહેલા જ તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો અને કેટલીક નોટ્સ શેર કરી હતી જેમાં તેણે લખ્યુ હતું, જે પોતાના જનૂનથી આગળ વધે છે, તે ક્યારેય થોભતા નથી. થોડા જ કલાકો પછી તેનો મૃતદેહ પંખા સાથે લટકતો મળ્યો હતો.

કથિત આત્મહત્યા આની પાછળના કારણો વિશે તો હાલ કોઇ જાણકારી પ્રાપ્ત નથી થઇ. કેટરીના કૈફની ફિલ્મ ફિતૂરમાં પણ તુનિ ષતુનીષા શર્માએ શનિવારેતેના બાળપણનું કિરદાર નિભાવ્યુ હતુ. આ ઉપરાંત તે અલીબાબા દાસ્તાન-એ-કાબુલમાં શહઝાદી મરિયમની ભૂમિકા ભજવી રહી હતી. બાર-બાર દેખો, કહાની 2, દબંગ 3 જેવી ફિલ્મોમાં પણ તે બાળ કલાકાર તરીકે કામ કરી ચુકી હતી.

પોલીસના એક અધિકારીએ જાણકારી આપી છે કે તુનિષા વોશરૂમ ગઇ હતી. જ્યારે તે ઘણી વાર સુધી પરત ન આવી ત્યારે દરવાજો તોડવામાં આવ્યો. જ્યાં તેનો મૃતદેહ પંખા સાથે લટકતો જોવા મળ્યો હતો. પોલીસ આ મામલે દરેક એંગલથી તપાસ કરી રહી છે. સેટ પર હાજર લોકો, તુનીષાના પરિવાર અને નજીકના લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. આ જ આધારે શીજાનની ધરપકડ કરવામાં આવી છે. તુનીષાએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી શૉ ‘ભારત કા વીર પુત્ર- મહારાણા પ્રતાપ’થી કરી હતી. તે ચક્રવર્તી સમ્રાટ અશોક, ગબ્બર પૂછવાલા, શેર-એ-પંજાબ : મહારાણા રંજીત સિંહ, ઇન્ટરનેટ વાલા લવ અને ઇશ્ક શુભાન અલ્લાહ જેવી સીરીયલ્સમાં પણ જોવા મળી હતી. પાછલા કેટલાક વર્ષોમાં ઘણા ટીવી અને ફિલ્મ એક્ટર્સે આત્મહત્યા કરી છે.

આ વર્ષે 16 ઓક્ટોબરે ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ઈન્દોરમાં આત્મહત્યા કરી લીધી હતી. એક્ટ્રેસનો મૃતદેહ ઈન્દોરના સાંઈ બાગ કોલોનીમાં તેના ઘરેથી મળી આવ્યો હતો. વૈશાલી સિવાય આત્મહત્યા કરનાર પ્રત્યુષા બેનર્જી, પ્રેક્ષા મહેતાથી લઈને સુશાંત સિંહ રાજપૂત સુધીના ઘણા નામ છે. પ્રત્યુષા બેનર્જીએ ટેલિવિઝન શો બાલિકા વધૂથી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી હતી. આ પછી, તે બિગ બોસ સીઝન 7 માં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળી હતી. સુશાંત 14 જૂન, 2020 ના રોજ તેના મુંબઈના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેને આત્મહત્યા ગણાવી હતી અને કહ્યું હતું કે તે ડિપ્રેશનમાં હતો. જો કે, સુશાંતનું મૃત્યુ હજી સુધી એક રહસ્ય છે, તેના ચાહકો એ માનવા તૈયાર નથી કે અભિનેતાએ આત્મહત્યા કરી હશે. માત્ર 34 વર્ષની ઉંમરે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ પ્રખ્યાત ચહેરાએ દુનિયાને અલવિદા કહી દીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here