સેવેલા સપનાઓ સાચા પડે અને સફળતા આપણને ખૂબ મળે ત્યારે એ લાગણીઓ કંઇક એવી હોય છે, જેનું શબ્દોમાં વર્ણન અશકય છે. આવું  જ એક સપનું સાકાર કર્યું  છે ટોપ એફએમે. ટોપ એફએમ ત્રણ વર્ષથી ગુજરાતમાં આંઠ જુદા જુદા શહેરોમાં અને જમ્મુ અને કાશ્મીરના પાંચ જુદા જુદા શહેરોમાં કાર્યરત છે. ટોપ એફએમ એ ગુજરાતી કલા જગતને પહેલેથી જ પ્રાથમિકતા આપી છે જેનું એક સપનું સાકાર થયુ છે. ગુજરાતી સંગીતને વધુ ઉચ્ચ સ્તર પર લઈ જવા માટે, અમે ટોપ મ્યુઝિક એવોર્ડ્સનું આયોજન, ગઈ કાલ તા: ૫ માર્ચ ૨૦૨૨ એ ટોપ એફએમ દ્વારા યોજાયેલ ટોપ મ્યુઝિક અવોર્ડસ સફળતાપૂર્વક પાર પડ્યા છે.ગુજરાતી સંગીતને વધુ ઉચ્ચ સ્તર પર લઈ જવા માટે, અમે ટોપ મ્યુઝિક એવોર્ડ્સનું આયોજન કર્યું કર્યું હતું. 

music award

જેમાં કવિતા શેઠ, મહાલક્ષ્મી ઐયર, પ્રિયા સરૈયા, પાર્થિવ ગોહિલ, માનસી પાર્થિવ ગોહિલ, કીર્તિદાન ગઢવી, ઓસમાણ મીર, હિતુ કનોડિયા, મોના થીબા, સંદીપ પટેલ, આરતી પટેલ, અંશુલ ત્રિવેદી, પાર્થ ભરત ઠક્કર, મેહુલ સુરતી વગેરેએ હાજરી આપી હતી તથા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા પરિમલ નથવાની હાજર રહ્યાં હતાં. 

music award

આ ટોપ મ્યુઝિક અવોર્ડસમાં વિજેતાઓને પસંદ કરવા માટે કલા જગતના સૌથી અનુભવી જ્યુરી પેનલની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ટોપ મ્યુઝિક અવોર્ડસને વધુ મનોરંજક બનાવવા માટે, વિવિધ પર્ફોર્મન્સથી શણગારવામાં આવ્યા હતા. અઘોરી મ્યુઝિક, સાંત્વની ત્રિવેદી, કૈરવી બુચ, જીગરદાન ગઢવી, આદીત્ય ગઢવી પ્રિયા સરૈયા, પાર્થિવ ગોહિલ, માનસી પાર્થિવ ગોહિલ, પાર્થ ઓઝા, સંજ્ય  ઓઝા, ઓસમાણ મીર, આમીર મીરએ પર્ફોમ કર્યું હતું. 

 

ટોપ મ્યુઝિક અવોર્ડસની ટ્રોફી ગૃહમંત્રી હર્ષ સંઘવી હસ્તે રીવીલ કરવામાં આવી. તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રી ગૌરાંગ દાદાને સંગીત જગતમાં આપેલા યોગદાન માટે લાઈફ ટાઇમ અચિવમેન્ટ અવોર્ડ આપવામાં આવેલો. ઉપરાંત નરેશ મહેશની બેલડીને યાદ કરી એમને પણ શબ્દાંજલિ પાઠવવામાં આવી હતી. આ અવોર્ડસમાં પ્રિયા સરૈયા, પાર્થિવ ગોહિલ, માનસી પાર્થિવ ગોહિલ, ઓજસ રાવલ વગેરેએ હોસ્ટ કર્યું હતું. 

 

વિનર્સ લિસ્ટઃ-

ટોપ મ્યુઝિક અવોર્ડસમા,  ઇન્ડીપેન્ડેન્ટ કેટેગરી માટે,

મોસ્ટ પોપુલર ઇન્ડીપેન્ડેન્ટ સોંગ ઓફ ધ યર ના વિજેતા બન્યા, અમિત ત્રિવેદી અને ઓસમાણ મીર, મોતી વેરાણા ગીત માટે.

બેસ્ટ લીરીસિસ્ટનો  એવોર્ડ મળ્યો મિલિન્દ ગઢવીને, સોંગ એક ગલીબના શેર જેવી છોકરી.

બેસ્ટ એક્સપરીમેન્ટલનો એવોર્ડ મળ્યો, મહા મૃત્યુંજય સોંગ, મેઘધનુષને.

બેસ્ટ OTT સોંગનો એવોર્ડ મળ્યો, લાલીને. ( ટ્યુશન )

બેસ્ટ ડિવોશનલ સોંગનો એવોર્ડ મળ્યો, નવલખને. ( પ્રિયા સરૈયા અને જીગરદાન ગઢવીને.)

બેસ્ટ folk સોંગનો એવોર્ડ મળ્યો, હાજી કાસમ માટે, આદિત્ય ગઢવી.

બેસ્ટ ઓરીજનલ ગરબાનો એવોર્ડ મળ્યો, મીરા અને માધવનો રાસને.

બેસ્ટ રીક્રીએશન ગરબા સોંગનો એવોર્ડ મળ્યો, કાના મને દ્વારિકા દેખાડ (કૈરવી બુચને)

બેસ્ટ વીડિયો સોંગ ઓફ ધ યર નો એવોર્ડ મળ્યો, ડાકલા ૬ અરજ, મયુર નારવેકરને.

બેસ્ટ મ્યુઝિક કમ્પોઝર નો એવોર્ડ મળ્યો, સચિન જીગર ને, રાધા ને શ્યામ ગીત માટે.

બેસ્ટ ક્રિટીક ચોઈસ નો એવોર્ડ મળ્યો, પાર્થિવ ગોહીલને, રાજા અને રાણી ગીત માટે.

ફિલ્મ કેટેગરી માટે,

બેસ્ટ લીરીસિસ્ટનો  એવોર્ડ મળ્યો, પાર્થ તારપરાને, (21 મુ ટિફિન)

બેસ્ટ મ્યુઝિક કમ્પોઝરનો એવોર્ડ મળ્યો, મેહુલ સુરતીને, ફિલ્મ હેલ્લારો માટે.

બેસ્ટ પ્લે બેક સિંગર (male) નો એવોર્ડ મળ્યો, જીગરદાન ગઢવીને, ચાંદ ને કહો સોંગ માટે.

બેસ્ટ પ્લે બેક સિંગર (female) નો એવોર્ડ મળ્યો, મહાલક્ષ્મી ઐયરને. (શણગાર અધુરો, 21 મુ ટિફિન)

બેસ્ટ આલબમ ઓફ ધ યર નો એવોર્ડ મળ્યો, હેલ્લારો ફિલ્મને.

બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો એવોર્ડ મળ્યો, સૈકત કુમાર સિંઘા (47 ધનસુખભવન)

બેસ્ટ સાઉન્ડ મિક્સિંગ નો એવોર્ડ મળ્યો, અભિષેક ખંડેરવાલને, ચાંદ ને કહો સોંગ માટે.

બેસ્ટ પ્રોગ્રામિંગ એન્ડ એરેજીંગ નો એવોર્ડ મળ્યો, જેરી સિલ્વેસ્ટર વિન્સેન્ટ એન્ડ મેહુલ સુરતી, શણગાર અધૂરો, 21 મુ ટિફિન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here