ચાહકો બૉલીવુડની અભિનેત્રી દિશા પટની (Disha Patani)ના અંગત જીવન અંગે જાણવા માંગે છે પણ દિશા પોતાના જીવનને લાઈમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે. જોકે, ચાહકોના કારણે તેની રોમેન્ટિક લાઈફ સાથે સંકળાયેલી કોઈને કોઈ અફવા ઊડતી જ રહે છે.

થોડા સમય પહેલા દિશા પટનીનું અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff) સાથે બ્રેકઅપ થઇ ચૂક્યું હોવાનું અને બંને મૂવ ઓન પણ થઈ ગયા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું હતું. આ દરમિયાન હવે દિશા મિસ્ટ્રી મેન (Disha Patani Date With Mystery Man) સાથે ડેટ પર જતી દેખાઈ તો ઘણા ફેન્સ નિરાશ થયા છે.

દિશા પટની સાથે મિસ્ટ્રી મેન

હાલમાં જ દિશા પટણીનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયોમાં દિશા રેડ કલરનું ક્રોપ ટેન્ક ટોપ અને બ્લુ જીન્સ પહેરેલી જોવા મળી રહી છે. આ આઉટફિટની સાથે તેણે નાનકડું બ્રાઉન પર્સ અને પોતાના આઉટફિટ સાથે બ્લેક એન્ડ વ્હાઇટ શૂઝ પેર કર્યા છે. દિશાના આ વિડીયોમાં એક યુવાન ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહ્યો છે. જે રેસ્ટોરન્ટની અંદર તેની પાછળ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here