પોતાની ગાયકીથી ગુજરાતમાં પોતાનુ નામ બનાવનારી લોકપ્રિય ગાયિકા કિંજલ દવેના ચાહકો આજે ગુજરાતના ખૂણે ખૂણે જોવા મળી જશે. કિંજલ દવેના ગીત ઉપરાંત તેની પર્સનલ જીંદગીથીપણ લોકો વાકેફ છે અને તેમના ફેંસ પણ તેમના જીવન સાથે જોડાયેલી વાતો જાણવા ઉત્સુક રહે છે. આજે અમે કિંજલ દવેની એક મુલાકાત વિશે બતાવીશુ. કિંજલ દવે હાલમાંજ ગોકુળધામ જેઠાલાલના ઘરે ગઈ હતી. 

કિંજલ દવે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને સમયાંતરે તે પોતાની શાનદાર તસવીરો પણ શેર કરતી રહે છે. કિંજલ દવેની તસવીરો પણ ચાહકોને પસંદ આવી રહી છે. તેની તસવીરો પોસ્ટ થતા જ વાયરલ થઈ જાય છે અને ફેન્સ પણ કોમેન્ટ કરીને તેના વખાણ કરે છે. ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે મંગેતર પવન જોશી સાથે મુંબઈ ગઈ હતી. બંને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના  સેટ પર પણ ગયા હતા.

 

કિંજલ દવે તેના સોશિયલ મીડિયા પર પોતાના કાર્યક્રમોની  એક ઝલક પણ શેર કરે છે. ઘણીવાર લાઈવ વીડિયોમાં પણ કિંજલ દવે ફેન્સ સાથે જોડાય છે, દૂર બેઠેલા લોકો પણ સોશિયલ મીડિયા દ્વારા કિંજલ દવે સાથે વાતચીત કરતા જોવા મળે છે. કિંજલ દવેના અંગત જીવનની વાત કરીએ તો તેણે પવન જોશી સાથે સગાઈ કરી છે અને કિંજલ પવન ઘણીવાર તસવીરોમાં જોવા મળે છે. ચાહકો પણ ઘણીવાર તેની રોમેન્ટિક શૈલીને પસંદ કરે છે. પવન જોશી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.

તાજેતરમાં, કિંજલ દવે અને તેના ભાવિ પતિ પવન જોશી ભારતની સૌથી લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મુખ્ય અભિનેતા જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીને મળ્યા હતા. જેની તસવીરો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવી છે. જેઠાલાલ ઉપરાંત કિંજલ દવે ગોકુલધામના અન્ય રહેવાસીઓને પણ મળી હતી અને ગડા હાઉસને પણ મળી હતી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here