શ્રદ્ધા વાલકરની જઘન્ય હત્યાએ દિલ્હી સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો છે. ફેમસ ફિલ્મ મેકર રામ ગોપાલ વર્માએ ટ્વિટ પર આરોપી આફતાબ પૂનાવાલા માટે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
છેલ્લા કેટલાક દિવસોથી આખો દેશ હમમચી ગયો છે. શ્રદ્ધા વાલકર નામની યુવતીની તેના જ પ્રેમી આફતાબ પૂનાવાલાએ કરેલી ક્રૂર હત્યાથી લોકો ખૂબ જ ગુસ્સે અને દુઃખી છે. આફતાબે એક સમયે જેની સાથે પ્રેમના તમામ દાવા કર્યા હતા તે યુવતીની જ આફતાબે હત્યા કરી નાંખી હતી, અને તેના શરીરના 35 ટુકડા કરીને તેને રેફ્રિજરેટરમાં ભરી દીધી હતી.
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે જઘન્ય હત્યાકાંડ પર ગુસ્સો ઠાલવી રહ્યો છે. આ સનસનીખેજ ઘટનાને લઈને ફેમસ ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા પણ ગુસ્સે છે. રામ ગોપાલે ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
ક્રાઈમ, સસ્પેન્સ-થ્રિલર ફિલ્મો બનાવવા માટે જાણીતા રામ ગોપાલ વર્માએ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી શ્રદ્ધા વાલકરની હત્યા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. રામ ગોપાલે ટ્વિટ કરીને શ્રદ્ધાની આત્માને જ અપીલ કરી નાંખી. તેમણે લખ્યું હતું કે ‘રેસ્ટ ઇન પીસ કરવાને બદલે તેના આત્માએ આવીને તેના 70 ટુકડા કરી દેવા જોઇએ’.
રામ ગોપાલ વર્માએ હત્યા રોકવા માટે બતાવ્યો આ ઉપાય
આ પછી, ફિલ્મ મેકરે બીજું ટ્વિટ કર્યું, ‘આવી ક્રૂર હત્યાઓ માત્ર કાયદાના ડરથી રોકી શકાતી નથી… પરંતુ જો પીડિત આત્માઓ મૃત્યુ પછી પાછી આવે અને તેમના હત્યારાઓને મારી નાખે, તો ચોક્કસપણે આવી ઘાતકી હત્યાઓ રોકી શકાય છે. હું આ વિચાર પર કંઈક કરવા માટે ભગવાનને પ્રાર્થના કરું છું.
રામ ગોપાલ વર્માએ આવા વિષય પર બનાવી છે ફિલ્મ
જણાવી દઈએ કે રામ ગોપાલ વર્માએ વર્ષ 2011માં આવા જ ક્રૂર હત્યાકાંડ પર ‘નોટ અ લવ સ્ટોરી’ નામની ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં દીપક ડોબરિયાલ, અજય ઘેઇ, માહી ગિલ મુખ્ય ભૂમિકામાં હતા.
પોલીસ કરી રહી છે આફતાબની પૂછપરછ
તે જ સમયે, શ્રદ્ધા હત્યા કેસનો આરોપી આફતાબ પૂનાવાલા પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ સતત પૂછપરછ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે તેનો મોબાઈલ ઠેકાણે પાડ્યો તે પહેલા ફોનનો આખો ડેટા ડિલીટ કરી દીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર તેને આ આઈડિયા પણ ઈન્ટરનેટ પરથી આવ્યો હતો.