‘કૌન બનેગા કરોડપતિ’ના લેટેસ્ટ એપિસોડ ખૂબ જ રોમાંચક જોવા મળશે. કારણકે આ એપિસોડમાં તમને અમિતાભ બચ્ચનની જગ્યાએ એક ગુજરાતની છોકરી જોવા મળશે. આ વાત જાણીને અમિતાભ બચ્ચનથી લઈને દર્શકો પણ હેરાન થઈ ગયા છે.
મુંબઈઃ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો ‘કૌન બનેગા કરોડપતિ 14’ દર્શકોનો ખૂબ જ પસંદ કરવામાં આવતો શો છે. આ શો દરરોજ એક નવા એપિસોડ સાથે ઘણો મજેદાર બની જાય છે. આ દરમિયાન શોનો એક નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં એક કન્ટેસ્ટેન્ટ અમિતાભ બચ્ચનની ખુરશી પર પોતાનો કબજો જમાવી લે છે. કન્ટેસ્ટેન્ટની આ હરકતથી અમિતાભની સાથે-સાથે દર્શકો પણ હેરાન રહી ગયા છે.
‘કૌન બનેગા કરોડપતિ’ના આવનારા એપિસોડમાં તમે જોઈ શકશો કે, ગુજરાતના રાજકોટથી આવેલી એક કન્ટેસ્ટેન્ટ અમિતાભ બચ્ચનની ખુરશી પર પોતાનો કબજો જમાવી લે છે. હકીકતમાં શોમાં આવેલી આ કન્ટેસ્ટેન્ટ ખૂબ જ એક્સાઇટેડ હોય છે. તે ફિંગર રાઉન્ડ જીત્યા બાદ જ્યારે સ્ટેજ પર આવે છે તો તે ઉતાવળમાં હૉટસીટ પર બેસવાની બદલે અમિતાભ બચ્ચનની જગ્યાએ બેસી જાય છે.
કન્ટેસ્ટેન્ટની આ હરકતથી પહેલા અમિતાભ બચ્ચન તેને ધ્યાનથી જુએ છે અને પછી કંઈ પણ બોલ્યા વિના હૉટસીટ પર બેસી જાય છે. જેના પછી અમિતાભ બચ્ચન કે છે કે, ‘ફોરમ જી, હું તમને જણાવી નથી શકતો કે, હું હૉટસીટ પર બેસીને કેટલો ખુશ છું.’ અમિતાભની આ વાતથી કન્ટેસ્ટેન્ટને ફીલ થાય છે કે, તે ખોટી સીટ પર બેસી ગઈ છે અને હસતાં-હસતાં કહે છે, ‘બધું ઉંધુ-સીધું થઈ રહ્યુ છે.’ તેના પર અમિતાભ બચ્ચન કહે છે- તમે થોડા વિચિત્ર છો, જવાનું હતું ત્યાં અને પહોંચી ગયા અહીંયા. જેના પર કન્ટેસ્ટેન્ટ જવાબ આપે છે કે, ‘સર આ રીતે કન્ફ્યુઝ થઈને ક્યાંય પણ જતી રહુ છુ, પણ સાચી જગ્યાએ પહોંચી જ જવું છુ.’ તમને જણાવી દઈએ કે, ગુજરાતના રાજકોટથી આવેલી આ કન્ટેસ્ટેન્ટ ફોરમ મકાડિયા એક ટેક્સ ઈન્સ્પેક્ટર છે.