અભિનેતા શરમન જોશીના પિતા  અને ગુજરાતી થિયેટરની દુનિયામાં અભિનેતા અને દિગ્દર્શક તરીકે જાણીતા અરવિંદ જોશીનું આજે સવારે 3.00 વાગ્યે મુંબઇના જુહુની નાણાવટી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 84 વર્ષના હતા.અને વય સંબંધિત રોગોથી સંઘર્ષ કરી રહ્યો હતો. અભિનેતા અને અરવિંદ જોશીના સંબંધી  પ્રેમ ચોપડાએ તેમના મોતની પુષ્ટિ કરી છે.

 

 

અરવિંદ જોશીએ અનેક હિટ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યુ, પણ તેમની ઓળખ ગુજરાતી નાટકોમાં અભિનય કરીને અને ગુજરાતી નાટકોના નિર્દેશકના રૂપમાં બની. જો હિન્દી ફિલ્મોની વાત કરીએ તો અરવિંદ જોશીએ ઈત્તેફાક, શોલે, અપમાનની આગ, ખરીદાર, ઠીકાના, નામ, જેવી તમામ ફિલ્મોમાં સહાયક કલાકારના રૂપમાં નાની-નાની ભૂમિકાઓ પણ ભજવી હતી. તેમણે અનેક હિન્દી સીરિયલોમાં પણ કામ કર્યુ હતુ. 

 

અરવિંદ જોશીના વેવાઈ અને જાણીતા અભિનેતા પ્રેમ ચોપડાએ કહ્યુ કે અરવિંદ એક ખૂબ જ ઈમાનદાર વ્યક્તિ હતા.  તેઓ છેલ્લા 2 અઠવાડિયાથી નાણાવટી હોસ્પિટલમાં દાખલ હતા. વય સંબંધી બીમારીઓ સાથે જોડાયેલ જટિલતાને કારણે તેમની તબિયત ઘણી ખરાબ થઈ ગઈ હતી અને તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.  ગુજરાતી થિયેટરમાં તેમનુ યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here