હાલમાં જ રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ 'ફક્ત મહિલાઓ માટે' તમે જોઈ? ખરેખર આ ફિલ્મ જોવા જેવી છે. પરિવારના દરેક સભ્યો સાથે મળીને જોઈ શકે એવી સુંદર ફેમિલી ડ્રામા ફિલ્મ 'ફક્ત મહિલાઓ માટે'નું નિર્માણ આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જેનોક ફિલ્મ્સ હેઠળ આનંદ પંડિત અને વૈશાલ શાહએ કર્યુ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં યશ સોની, દીક્ષા જોશી, તર્જની ભાડલા, ભાવિની જાની, કલ્પના ગાગડેકર અને દીપ વૈદ્ય છે. ફિલ્મનું નિર્દેશન અને લેખન જય બોડાસે કર્યુ છે.આ ઉપરાંત દર્શકોને આ ફિલ્મમાં વધુ એક સરપ્રાઈઝ મળશે અમિતાભ બચ્ચનના રૂપમાં.આ ફિલ્મ 19 ઓગસ્ટ 2022 ના રોજ થિયેટર્સ માં રિલીઝ થઈ ચૂકી છે.

ગુજરાતીમાં પણ મહિલાઓને લગતી ઘણી ફિલ્મો બની છે. આ ફિલ્મમાં યશ સોનીનું પાત્ર તેના ઘરની ત્રણ મહિલાઓના કકળાટ વચ્ચે કઈ રીતે જીવન પસાર કરે છે અને એક દિવસ તેને મા અંબા અનોખું વરદાન આપે છે અને આ વરદાન તેનું જીવન બદલી નાખે છે. આ ફિલ્મ તમને હસાવે છે, ઘણી વાતો સમજાવે છે, રડાવે છે અને સાથોસાથ તમને વાર્તા સાથે જકડી પણ રાખે છે. એક એક ડાયલોગ આપણને ક્યાંકને ક્યાંક આપણા રોજિંદા જીવન સાથે કનેક્ટ કરે છે.આ ફિલ્મમાં દરેક જનરેશનની મહિલાઓના પક્ષ દર્શાવ્યા છે. ઉપરાંત અમદાવાદની પોળમાં રહેતા પરીખ પરિવારના પાડોશીઓના પાત્રો પણ બહુ જ રમૂજી અને મજેદાર છે.

 

ફિલ્મમાં બે ગીતો છે. 'ફક્ત મહિલાઓ માટે'- ટાઇટલ ટ્રેક અને ગરબા સોંગ. કેદાર- ભાર્ગવ એ આપેલું સંગીત ફિલ્મ પૂરી થયા પછી પણ દર્શકોના મનમાં લાંબા સમય સુધી ટકી રહેશે એટલું જોરદાર છે.મેઘાસ્ટાર અમિતાભ બચ્ચને આ ફિલ્મમાં નાની પણ ખૂબ અગત્યની ભૂમિકા ભજવી છે. આ તેમની પહેલી ગુજરાતી ફિલ્મ છે. અમિતાભ બચ્ચનને ગુજરાતી પાત્રમાં ગુજરાતી ભાષામાં બોલતા જોવા એ દર્શકો માટે તો એક લ્હાવો જ છે. આ ફિલ્મમાં સૌથી સારી વસ્તુ એનો સ્ક્રીનપ્લે છે. તમને એવું ક્યાંય નહીં લાગે કે ફિલ્મ થોડી સ્લો થઈ ગઈ કે સીન્સ લાંબા આવી ગયા. નિર્દેશકે દરેક સીન ટુ ધ પોઇન્ટ દર્શાવ્યા છે.

 

રિલીઝના પહેલા જ વિકેન્ડમાં આ ફિલ્મને દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. ભારતમાં આ ફિલ્મ 300થી વધુ સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવી છે અને એક દિવસ દરમિયાન 1200થી વધુ શૉઝ થિયેટર્સમાં ચાલી રહ્યા છે. ફિલ્મે પહેલા દિવસે 1.34 કરોડ., બીજા દિવસે 1.52 કરોડ, ત્રીજા દિવસે 1.8 કરોડ એમ પહેલા વીકએન્ડ માં 4.65 cr. ની કમાણી કરી છે. જે ચોક્કસથી ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં એક બેંચમાર્ક છે. ભારતની સાથે સાથે આ ફિલ્મ ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, અમેરિકા અને ઇંગ્લેન્ડમાં પણ એક જ સમયે રિલીઝ કરવામાં આવી હતી.આ ઉપરાંત નિર્માતા વૈશાલ શાહ આવતા વર્ષે એક નવો અને એક મોટો ફિલ્મ પ્રોજેક્ટ લઈને ફરી દર્શકો સમક્ષ આવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here