Siddhaanth Vir Surryavanshi Death: વધુ એક અભિનેતાએ જિમમાં કસરત કરવા દરમિયાન જીવ ગુમાવ્યો છે. જાણીતા અભિનેતા સિદ્ધાર્થ વીર સૂર્યવંશીનું માત્ર 46 વર્ષની ઉંમરે નિધન થઈ જતાં ટીવી ઈન્ડસ્ટ્રી અને બૉલીવુડને આઘાત લાગ્યો છે.
વધુ એક અભિનેતાએ જિમમાં કસરત કરવા દરમિયાન જીવ ગુમાવ્યો છે. હજુ તાજેતરમાં જ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવનું જિમમાં ફ્સડાઈ પડવાના કારણે નિધન થયું હતું અને હવે ટીવીના જાણીતા અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું માત્ર 46 વર્ષની ઉંમરે નિધન થઈ જતાં ટીવી ઈન્ડસ્ટ્રી અને બૉલીવુડને આઘાત લાગ્યો છે.
તેઓના પરિવારમાં તેઓની પત્ની અને બે બાળકો છે. હાર્ટ અટેક બાદ તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ડોક્ટરોની ટીમે 45 મિનિટ સુધી તેમની સારવાર કરી હતી અને ઘણા પ્રયત્ન કર્યા હતા પણ બચાવી શકાયા નહોતા. ત્યારબાદ તેઓને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. સમગ્ર બૉલીવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રી આ ઘટનાના કારણે શોક્ગ્ર્સ્ત થઈ ગઈ છે.
સિદ્ધાંત વીર સૂર્યવંશી લોકપ્રિય ટીવી અભિનેતા હતા. તેણે ‘કુસુમ’, ‘વારિસ’ અને ‘સૂર્યપુત્ર કરણ’ જેવી ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું. ટીવી એક્ટર જય ભાનુશાળીએ સિદ્ધાંતના મૃત્યુની પુષ્ટિ કરી છે. જય ભાનુશાલીએ લખ્યું હતું કે, ‘ભાઈ, તમે બહુ વહેલા દુનિયા છોડી ગયા.’ જયએ સિદ્ધાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમને પણ આ સમાચાર એક કોમન ફ્રેન્ડ પાસેથી મળ્યા છે. જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેનું મૃત્યુ થયું હતું. જય ભાનુશાળીએ ઈન્સ્ટા સ્ટોરીમાં સિદ્ધાંતનો ફોટો શેર કરીને તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.