આ ગીત કરવાનો વિચાર મને 2019થી હતો. અમે બે લોક ગીતોને જોડ્યા છે. માર તો મેળે અને રૂપાળી મેળે હાલ. અમે આ ગીતનું શૂટ પહેલુ લોકડાઉન આવ્યાના થોડા જ સમય પહેલા રાજસ્થાનમાં પૂર્ણ કર્યુ હતું. અને એ લગભગ ઇન્ડિયાનો છેલ્લો લોક મેળો હતો. અમારા શૂટ વખતે કોવિડનો ફેલાવો ઇન્ડિયામાં નહિવત હતો. અમે શૂટ 3 દિવસમાં પૂર્ણ કર્યુ.

 

આ ગીત ઈશાની દવેએ ગાયું છે તથા હરિઓમ ગઢવીએ વધારાના અવાજો આપ્યા છે. ભાર્ગવ પુરોહિતે વધારાના દુહા લખ્યા છે જે ગીતની શરૂઆતમાં આવે છે.

 

માર તો મેળે એ એક નટખટ મસ્તીભર્યું ગીત છે. આ પ્રકારનું ગીત મેં આજ સુધી નથી ગાયું. આપણી સંસ્કૃતિને  ઉજાગર કરવામાં મારો હંમેશાથી રસ રહ્યો છે અને આપણી લોક સંસ્કૃતિને નવી પેઢી સમક્ષ ફરી લાવવાની મારી હંમેશાથી ઈચ્છા હતી.

 

Singer – Ishani Dave 

Music – Traditional. Produced by White noise

Lyrics – Traditional. Additional lyrics by Bhargav Purohit.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here