શું થાય છે જ્યારે વ્યક્તિઓ તેમના સંબંધોને આગળ વધારી દે છે કારણ કે તેઓ વ્યક્તિગત રીતે વૃદ્ધિ અને બદલાવમાંથી પસાર થયા છે? આવી જ વાત છે 'ઇતહાર' માં અને બીજા શબ્દોમાં કહીએ તો, ‘નિઃસ્વાર્થ’ માં. ઇતહાર ઇશાન અને દિશાની વાર્તા છે, જે 5 વર્ષથી વધુ સમયથી લાંબા અંતરના સંબંધમાં છે. પ્રેમ ઓછો થઈ રહ્યો છે, વાતચીતો સુકાઈ રહી છે, અને ભાવનાત્મક અંતર ધીમે ધીમે વધી રહ્યું છે. આ બધાની અંદર, શું પ્રેમ હજી જીવંત છે? 

ithaar

દિગ્દર્શક સાહિલ ગડા જણાવે છે, “ઇતહારનું દિગ્દર્શન મારા માટે ઘણી બધી રીતે પરિપૂર્ણ રહ્યું છે. આ એક જટિલ લોકોની સરળ વાત છે, જે બે વ્યક્તિઓના સંબંધની વાત છે. ઇતહાર એ મને ખુબ જ રસપ્રદ અને સંતોષ કારક અનુભવ આપ્યો છે અને અમે ત્રણ જણાં જેને સારી રીતે સમજી શક્યા કે છેલ્લે પડદા ઉપર આ કેવું લાગશે.”

 

અભિનેતા અભિનય બેંકર કહે છે, “જ્યારે મને ઈતહારની સ્ક્રિપ્ટ મળી, ત્યારે મને તેની સાથે એક સ્વતંત્રતા પણ મળી, એક અભિનેતા તરીકે, દિગ્દર્શક અને લેખક તમારી કલ્પના અને વિચાર પ્રક્રિયા અનુસાર પાત્રને નિભાવવા માટે તમને સર્જનાત્મક સ્વતંત્રતા આપે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને ગ્રેટ અભિનેત્રી ભામિની ઓઝા ગાંધી સાથે કામ કરવા મળ્યું જેને  હું થિયેટર દ્વારા વર્ષોથી ઓળખું છું પરંતુ તેમની સાથે કામ કરવાનો મોકો આજ સુધી મળ્યો નહી. આવા પ્રતિભાશાળી અભિનેત્રી અને દિગ્દર્શક સાથે કામ કરવું એ મારા જીવનનો શ્રેષ્ઠ અનુભવ હતો. ઇતહાર એક એવા કપલની ખૂબ જ મીઠી વાર્તા છે જેની સાથે દરેક વ્યક્તિ પોતાને જોડી શકે છે.”

 

અભિનેત્રી ભામિની ઓઝા ગાંધી કહે છે, “ઇતહાર એ લાગણી અને સંબંધો સાથે મિશ્રિત એક ખૂબ જ અલગ વાર્તા છે. હું હંમેશા કંઈક નવું અને અલગ કરવા માંગતી હતી અને જ્યારે ડાયરેક્ટર સાહિલ મારી પાસે આ સ્ક્રિપ્ટ લઈને આવ્યા અને મેં વાર્તા સાંભળી ત્યારે મને લાગ્યું કે, આ અદ્ભુત વાર્તા છે.” ઇતહાર OHO ગુજરાતી પર સ્ટ્રીમ થઈ રહ્યું છે. આ વેબ સિરીઝ સાહિલ ગડા દ્વારા નિર્દેશિત છે અને કશ્યપ વ્યાસ દ્વારા લખાયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here