દિગ્ગજ ફિલ્મમેકર રાકેશ શર્માનું 10 નવેમ્બરે મુંબઈમાં નિધન થયું છે. તે કેન્સર સામે લાંબા સમયથી લડી રહ્યા હતાં. તેઓ સ્ક્રીનરાઇટર અને પ્રોડ્યુસર પણ હતાં. તે 81 વર્ષના હતાં. તેમના નિધન પર અમિતાભ બચ્ચને શ્રદ્ધાંજલિ આપી છે.

મુંબઈઃ દિગ્ગજ પ્રોડ્યુસર રાકેશ શર્માનું 10 નવેમ્બરે મુંબઈમાં નિધન થઈ ગયું છે. તે સ્ક્રીન રાઇટર અને પ્રોડ્યુસર પણ હતાં. તે લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતાં. મુંબઈના અંધેરીમાં રવિવારે તેમના માટે પ્રાર્થના સભા રાખવામાં આવી છે. તેમના નિધન પર અમિતાભ બચ્ચને તેમને શ્રદ્ધાંજલી આપી છે. તેમણે પોતાના બ્લોગમાં એક લાંબી શ્રદ્ધાંજલી નોટ લખી છે. અમિતાભે તેમની સાથે ‘દો ઔર દો પાંચ’, ‘મિ. નટવરલાલ’ અને ‘યારાના’માં સાથે કામ કરેલું છે, રાકેશની આ ફિલ્મ સુપરહિટ રહી છે.

રાકેશ શર્માની ફેમિલીએ પ્રાર્થન સભા માટે સુચના જાહેર કરી છે, જેમાં લખ્યુ હતું, “રાકેશ શર્મા (18 ઓક્ટોબર, 1941 – 10 નવેમ્બર, 2022) ની લવિંગ મેમોરીમાં, કૃપયા પ્રાર્થના સભામાં સામેલ રહેશો. રવિવાર, 13 નવેમ્બર, બેંક્વેટ, ધ સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ, ગાર્ડન નં. 5, લોખંડવાલા, અંધેરી (વેસ્ટ). સમયઃ સાંજે 4 થી 5 વાગ્યે. આભારની સાથે, ઉષા શર્મા અને લક્ષ્ય કુમાર, નેહા અને કરણ શર્મા (એસઆઇસી).

અમિતાભ બચ્ચને લખ્યુ, “એક-એક કકરીને તે બધાં ચાલ્યા જાય છે…પણ રાકેશ કંઈક એવા લોકોમાંથી એક છે જે પોતાની છાપ છોડે છે જેને હટાવવી કે ભૂલવી મુશ્કેલ હોય છે…’મિસ્ટર’ અને ‘યારાના’ના શૂટિંગ દરમિયાન સેટ પર, લોકેશન પર તેમની પટકથા અને નિર્દેશન, લેખન અને કામ કરવાની ભાવના, પળ અને શાનદાર સમય હોય છે. તેમણે પોતાની યોગ્યતા પર પૂરો વિશ્વાસ હતો…

અમિતાભ બચ્ચને લખ્યુ, “ફિલ્મ ‘ઝંઝીર’ પર પ્રકાશ મહેરાની પહેલી એડ…પછી બીજા પીએમ (પ્રકાશ મેહરા, જેમકે આપણે હંમેશા દેશના પ્રધાનમંત્રી તરીકે બોલાવતા હતા.) એક સ્વતંત્ર ડિરેક્ટર રીતે ફિલ્મ…હેરા ફેરી, ખૂન પસીના, મિસ્ટર નટવરલાલ, યારાના અને ઘણી ફિલ્મો બનાવી છે. સેટ પર અને અન્ય જગ્યા પર, સામાજિક રુપે, ઈવેન્ટ્સ અને હોળઈ દરમિયાન ખૂબ જ સૌહાર્દ સાથે મળતા હતા…”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here