68મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ, 2020ના નોન-ફિચર ફિલ્મ્સ સેક્શનમાં ‘ટેસ્ટીમની ઓફ અના” શોર્ટ ફિલ્મની બેસ્ટ નોન-ફિચર ફિલ્મ એવોર્ડ માટે પસંદગી થઈ છે. ગુજરાતના ડાંગ જિલ્લાની પૃષ્ઠભૂમિમાં અને ડાંગી ભાષામાં બનેલી આ ફિલ્મ ભારતના પશ્ચિમ કિનારે ગુજરાત રાજ્યના ગ્રામીણ ભાગમાં રહેતી એક વૃદ્ધ અને પ્રતિષ્ઠિત મહિલાનું ચિત્રણ કરે છે.

 

આ ફિલ્મમાં તેના શબ્દો, તેણીના ગીતો અને તેણીના રોજિંદા જીવનની ઝલક દ્વારા, આપણે સમજી શકીએ છીએ કે કેવી રીતે અનાબેન પવાર વાસ્તવિક દુઃસ્વપ્નમાંથી પસાર થયા હતા કે જ્યારે તેઓ થોડા વર્ષો પહેલા વિચ-હન્ટનો શિકાર બન્યા હતા. આ ફિલ્મના પ્રોડ્યુસર અને ડિરેક્ટર સચીન ધીરજ મુંડીગોન્ડા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here