અમદાવાદના ચાંદખેડામાં મેકઅપ આર્ટિસ્ટે ગુજરાતી ફિલ્મ નિર્દેશક હાર્દિક સતાસિયા અને તેના સંબંધીઓ પર છેતરપિંડી તથા સામૂહિક બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે. પીડિતાએ ફરિયાદમાં કહ્યું છે કે ડિસેમ્બર 2019માં તેની મુલાકાત હાર્દિક સતાસિયા સાથે થઇ હતી. ત્યારબાદ ચાંદખેડાની જાગૃતિ સ્કૂલમાં તેની સાથે અર્બન ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. ત્યાંથી તે મેકઅપ આર્ટિસ્ટના રૂપમાં તેમની સાથે કામ કરતી હતી. તે સામ્યે તે લગભગ સાડા 17 વર્ષની હતી. 

 

ત્યારબા બંને વોટ્સઅપ અને ઇંસ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં હતા. આરોપી તેને ગુજરાતી ફિલ્મની શૂટિંગ માટે દ્વારકા બોલાવી, ત્યાં 10 થી 12 દિવસ દરમિયાન પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાંથી તે રાજકોટ થઇને અમરેલી ગયા . અમરેલીના એક ગામમાં આરોપીના કાકાના છોકરાએ પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પીડિયાના પિતા રેલવેમાંથી સેવાનિવૃત છે. તેમની સેવાનિવૃતિના સમયે આવેલા લગભગ 10 લાખ રૂપિયા પણ આરોપી ઠગી લીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here