એકેડમી  ઓફ મોશન પિકચર્સ આર્ટસ એન્ડ સાયન્સ જે દર વર્ષે ઓસ્કારના વિજેતા જાહેર કરે છે એમાં ફિલ્મ ડિરેક્ટર પાન નલિન કે જેઓ પહેલા એવા ગુજરાતી છે  જેમને ઓસ્કાર ની ઓફિશ્યિલ મેમ્બરશિપ મળી છે. બીજા પણ ભારતીયો ને આ તક મળી છે જેમાં તમિલ એક્ટર સૂર્યા, બોલિવૂડ એકટ્રેસ કાજોલ, તથા સુમિત ઘોષ, રીતુ થોમસ, આદિત્ય સૂદ ના પણ નામ છે.

pan nalin

પાન નલિન જે દુનિયામાં એમની ફિલ્મો જેવી કે સમસારા, એન્ગ્રી ઇન્ડિયન ગોડેસેસ, તથા તેમની હાલ ની ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શૉ (છેલ્લો શૉ) જે અત્યારે દુનિયાના તમામ ફિલ્મ ફેસ્ટિવલ માં પોતાનું નામ કમાઈ રહી છે.  આ ફિલ્મ ભારતમાં સપ્ટેમ્બર પછી રિલીઝ થવાની છે. છેલ્લો ફિલ્મ શો એ પ્રથમ ભારતીય ફિલ્મ છે જે અમેરિકન ફિલ્મ કંપની સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ  દ્વારા ખરીદવામાં આવી છે, તથા જાપાનમાં શોચીકુ ફિલ્મ્સ અને ઇટાલીમાં મેડુસા ફિલ્મ્સ દ્વારા ખરીદવામાં આવી છે. આ ભારતીય સિનેમા માટે ગૌરવની વાત છે. 

 

પાન નલિને કહ્યું: “હું સન્માનિત અને સશક્ત અનુભવી રહ્યો છું. કોઈક રીતે ઘણા વર્ષો પહેલા મેં એક રસ્તો પસંદ કર્યો હતો જે મુશ્કેલ અને અણગમતો હતો. આજે ગૌરવનો દિવસ છે. મેં મારા એકાંતમાં જે કર્યુ તે આખરે લોકોએ સહર્ષ સ્વીકાર્યુ. મારા સિનેમામાં વિશ્વાસ કરવા અને મને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા બદલ, હું એકેડમી નો આભાર માનુ છું. હું આ નવી શરૂઆત માટે ખૂબ જ ઉત્સાહિત છું. આજે એક નવી યાત્રા શરૂ થશે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here