ફિલ્મ ઇંડસ્ટ્રી માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી અભિનેતા અને વી ઓ-ડર્બિંગ કલાકાર દીપક દવેનું ન્યૂયોર્કમાં હાર્ટ એટેકથી અચાનક નિધન થયું છે. પ્રસિદ્ધ ગુજરાતી કવિ હરિન્દ્ર દવેના પુત્ર દીપક દવેને ન્યૂયોર્કમાં ભારતીય વિદ્યા ભવન કાર્યાલયમાં અંતિમ શ્વાસ લીધા હતા. એક ઇમાનદાર અભિનેતા અને ગંભીર અવાઝના માલિક દીપક દવેના નિધનથી ભારતીય સમાજને હચમાચી દીધા છે. 

 

આ વાતની જાણકારી અભિનેતા અનુપમ ખેરે ટ્વિટ દ્વારા આપી હતી. અનુપમ ખેરે ટ્વિટ કરતાં કહ્યું હતું કે આ સમાચાર સાંભળીને મને દુખ થયું છે, ન્યૂયોર્કમાં મારા મિત્ર અને થિયેટર થિસિયન દીપક દવેનું અચાનક મોત થયું છે. તે ત્યાં વિદ્યા ભવન ચલાવી રહ્યા હતા. તે એકદમ સુસંસ્કૃતમ, વિનમ્ર અને એકદમ મદદગાર વ્યક્તિ હતા. વિશ્વાસ કરી શકતો નથી કે તે હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમના પરિવાર પ્રત્યે મારી ગાઢ સંવેદના છે. ઓમ શાંતિ.  

 

ગુજરાતી અભિનેતા દીપક દવેએ 15 સિરિયલો અને 9 ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમણે 70થી વધુ નાટકોમાં પ્રદર્શન કર્યું છે. ગુજરાતી ઉપરાંત તેમણે અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષાના નાટકોમાં પણ અભિનય કર્યો છે. તે એક પ્રસિદ્ધ વી ઓ કલાકાર અને ડબિંગ કલાકાર પણ હતા. દીપક દવેના નાટક 'ચિંગારી'ને દર્શકોએ ખૂબ વખાણ્યું હતું. 

 

દિપક દવે 2003માં ભારતીય વિદ્યા ભવન, મુંબઇમાં કાર્યક્રમ નિર્દેશકના રૂપમાં સામેલ થયા. આ સંગઠન વિશ્વ સ્તર પર ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. પછી તેમણે અમેરિકાના ભારતીય વિદ્યા ભવનમાં પ્રોગ્રામ મેનેજરના રૂપમાં કામ કરવાનું શરૂ કર્યું. તે 2008થી કાર્યકારી નિર્દેશક રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here