હિંદી ફિલ્મોમાં કોપની ભૂમિકામાં હંમેશા પુરૂષોનો દબદબો રહ્યો છે. પરંતુ હવે એક નવી ફોર્સ નવી તૈયાર છે. 'મહિલા વીરતા'ની સૌથી મોટી વાર્તામાંથી એક મોટા પડદે પોતાનો પ્રભાવ બનાવવા માટે તૈયાર છે. જોકે આ વર્ષ 2019ની કહાની છે. જ્યારે ગુજરાત એન્ટી ટેરરરિસ્ટ સ્કોર્ડ (એટીએસ)ની એક મહિલા ટીમે રાજ્યના ખુંખાર અપરાધીઓને પકડ્યા હતા. 

 

આ એટીએસ દ્રારા કરવામાં આવેલા સૌથી ખતરના મિશનોમાંથી એક હતું. ફિલ્મમાં ચાર મહિલાઓ સંતોક ઓડેદરા, નિતમિકા ગોહિલ, અરૂણા ગમેતી અને શકુંતલા માલના નેતૃત્વમાં અંજામ આપવામાં આવેલા ઓપરેશનને બતાવવામાં આવશે. ચારેય મહિલાઓ અલગ-અલગ પૃષ્ઠભૂમિમાંથી આવે છે. જેમણે જીવ જોખમમાં મુકી દીધો અને ગેંગસ્ટરની ધરપકડ કરી લીધી. 

 

ગુજરાતના એટીએસના ડીઆઇજી હિંમાશું શુક્લા એવા વ્યક્તિ હતા, જેમણે આ ચારેય મહિલાઓને મિશનની કમાન સોંપી હતી. તે કહેતા હતા કે 'ખૂંખાર અપરાધીને પકડવામાં મહિલાઓની ટીમની સફળતા બધાને યાદ અપાવે છે કે પોલિસિંગમાં મહિલાઓ સાથે ભેદભાવ નિરાધાર છે. આ એક ખૂબ જ ખતરનાક ઓપરેશન હતું અને મને તેમાં સફળ થનાર મહિલા ટીમ પર ગર્વ છે. મને ખુશી છે કે બહાદુર પ્રયાસને હવે મોટા પડદા પર બતાવવામાં આવશે. 

 

આ ઐતિહાસિક ઓપરેશનમાં ચાર મહિલાઓની મદદ કરનાર પોલીસ ઇંસ્પેક્ટર જિગ્નેશ અગ્રવાલ હતા. જેની ગ્રાઉન્ડ ઇંટેલિજેંસમાં વિશેષજ્ઞતાએ ટીમનું માર્ગદર્શન કર્યું. હાલ ચાર મહિલાઓના નાયકના કાસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે. ફિલ્મ 2021ના મધ્યમાં ફ્લોર પર આવશે. તેના નિર્દેશક આશીષ આર મોહન કહે છે કે આ બહાદુર મહિલાઓની પઆ પ્રેરક સત્ય કહાણીને મોટા પડદા પર લાવવી હકિકતમાં મારા માટે ગર્વની વાત છે. 

 

આ અશ્વિશ્નિય સત્ય ઘટન પર આધારિત એક્શન-થ્રિલર સંજય ચૌહાણ (પાન સિંહ તોમર) દ્રારા લિખિત છે. ફિલ્મનું નિર્માણ વાકાઓ ફિલ્મ્સ (વિપુલ ડી શાહ, અશ્વિન વર્દે અને રાજેશ બહલ) દ્રારા નિર્મિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here