keya vaza

ગુજરાતી યુવતીઓ દેખાવે સુદર હોય છે પરતું તેઓ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવામાં ખચકાતી હોય છે. ત્યારે એક ગુજ્જુ યુવતિ જે આદિવાસી અંતરીયાળ વિસ્તારમાં ઉછરેલી અને શિક્ષણ પણ ત્યાં જ લીધું છે. તેની માતા પણ આદિવાસી છે છતાં આજે તે મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલમાં ભાગ લેવા જી રહી છે. અને આ અગાઉ પણ તેને મોડેલીંગ ફિલ્ડમાં સફળતા મેળવી છે

.

keya vaza

ગુજરાતના અરવલ્લીના જિલ્લાના ભીલોડાના માંકરોડા ગામની કેયા વાજાએ જેની સુદરતા આંખોને આંજી દે તેવી છે. આ યુવતી આમ તો ગામડાની ગોરી છે. મિસ ઈન્ડિયામાં ભાગ લઈ ચુક્યા બાદ હવે મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલમાં ગુજરાત તરફથી ભાગ લેવા જઇ રહી છે. કેયાએ પોતાને કુદરતે આપેલી સુંદરતાને સતત નિખારવા પ્રયાસ કરીને આખરે ભાગ લેવામાં સફળતા મેળવી છે. જે તેના પરીવાર અને ગુજરાત માટે ખરેખર ગૌરવ ભરી વાત છે. તેનુ શિક્ષણ પણ ભીલોડામાં જ વિતાવ્યુ હતુ અને તેને નાનપણમાં આ સપનું જોયું હતું જે ધીમે ધીમે સાકાર થી રહ્યું છે. કેયાએ કોલેજ થી જ મોડેલીંગ શરૂ કર્યું હતું અને ત્યારબાદ  અત્યાર સુધીમાં મોડેલીંગ ફોટોગ્રાફી આલબમ કર્યા બાદ તે જાહેરખબરની દુનિયામાં આગળ વધી રહી છે

.

keya vaza

 

હાલ તે અમદાવાદમાં રહે છે કેયા વાજાને તેના આ નિર્ણયમાં તેના પરિવારે સતત સપોર્ટ કર્યો છે. માતા નિવૃત શિક્ષિકા છે અને પિતા અર્મીમાંથી  નિવૃત થયા છે. તેના માતા-પિતાએ કેયાને આગળ વધવા માટે પ્રોત્સાહન પુરુ પાડી રહ્યા છે. 

keya vaza

કેયાએ અત્યાર સુધીમાં મોડેલીંગ ફોટો ગ્રાફી આલબમ કર્યા બાદ તે જાહેરખબરની દુનિયામાં આગળ વધી રહી છે પરંતુ તેનુ લક્ષ્ય સુદરતાને એક ઉંચાઇ પર લઇ જવાનું હતું અને જેને લઇને તેણે પોતાની સુંદરતાને નિખારવા માટેના કુદરતી અને થેરાપી પ્રકારના શક્ય તમામ પ્રયાસો હાથ ધર્યા હતા અને આખરે તે મિસ ઈન્ડીયા ૨૦૧૯ માટે ભાગ લેવા સક્ષમ બની છે. મીસ ઇન્ડીયાનો ખિતાબ તેનાથી દુર રહી ગયો હતો. અને તેમાં તેને બેસ્ટ વોકનો એવોડ મેળવ્યો હતો. આખરે મીસ ઇન્ડીયા ઇન્ટરનેશનલ ૨૦૧૯ માટે તે ભાગ લેવામાં સફળ બની છે. આગામી ૧૮મી નવેમ્બરે ઇન્ડોનેશિયામાં યોજાનારી મીસ ઇન્ડીયા ઇન્ટરનેશનલના ફીનાલેમાં ભાગ લેશે. તેમાં કુલ 25 જેટલી સ્પર્ધક યુવતીઓ સાથે તે સ્પર્ધા કરશે અને તેને વિશ્વાસ છે કે તે ખિતાબ જીતશે. 

 

 

કેયા વાજાએ નાનપણમાં બનાવેલા લક્ષ્ય સાથે સતત આગળ વધી રહી છે. આગામી દિવસોમાં તેની એક ફિલ્મ અને આલ્બમ પણ આવી રહી છે. કેયાએ ઉદીત નારાયણ અને શ્રેયા ઘોષલના ગીત પર એક આલ્બમ પણ શુટ કર્યો છે અને સાથે જ તેણે નવરાત્રિ વખતે પણ એક ગુજરાતી ગરબા પર ગીત શુટ કર્યું હતું. તે ખુબજ ધુમ મચાવી ચુક્યુ હતુ. આ ઉપરાંત કેયાના મોડેલીંગ ફોટો આલબમ પણ ખુબ જ વખણાઇ ચુક્યા છે. 23 વર્ષની કેયા વાજાએ બોલ્ડ અને હોટ ફોટો શુટ પણ કર્યો છે અને તે પણ સોશિયલ મીડીયા અને ઇન્ટરનેટ પર ધુમ મચાવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here