આદિપુરુષ’ના ફિલ્મમેકર્સે ફરી એકવાર ફિલ્મ પર કામ કરવાનો નિર્ણય કર્યો છે. જે માટે 100 કરોડ રૂપિયાથી વધુનું એક્સ્ટ્રા બજેટ અલોટ કરવામાં આવ્યું છે. અગાઉ જે ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા હતું, તેનો કુલ ખર્ચ 600 કરોડથી વધુ થઈ ગયો છે. જે અનુસાર આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મ સાબિત થઈ રહી છે.

પ્રભાસની અપકમિંગ ફિલ્મ ‘આદિપુરુષ’ (Adipurush)ની જાહેરાત બાદ સતત તેની ચર્ચા કરવામાં આવી રહી છે. અગાઉ અનેક લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ટીઝર જાહેર થયા બાદ દર્શકોમાં નિરાશા જોવા મળી રહી છે. ફિલ્મના ખરાબ VFXની સાથે સાથે સ્ટારકાસ્ટના અજીબો ગરીબ ગેટઅપના કારણે સતત ટીકા કરવામાં આવી રહી છે.

ફિલ્મ મેકર્સે શરૂઆતમાં આ ફિલ્મની ટ્રોલિંગને હલ્કામાં લીધી હતી, ત્યારબાદ ટ્રોલિંગ બંધ કરવામાં ન આવતા ફિલ્મમેકર્સે ફિલ્મ રિલીઝ થતા પહેલા VFX પર કામ કરવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટનું માનવામાં આવે તો આ ફિલ્મનું ટોટલ બજેટ 600 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

મેકર્સે ભૂલ સુધારવા 100 કરોડ રૂપિયાથી વધુ અલોટ કર્યા

રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, ‘આદિપુરુષ’ના ફિલ્મમેકર્સે ફરી એકવાર ફિલ્મ પર કામ કરવાનો નિર્ણય કર્યો છે. જે માટે 100 કરોડ રૂપિયાથી વધુનું એક્સ્ટ્રા બજેટ અલોટ કરવામાં આવ્યું છે. અગાઉ જે ફિલ્મનું બજેટ 500 કરોડ રૂપિયા હતું, તેનો કુલ ખર્ચ 600 કરોડથી વધુ થઈ ગયો છે. જે અનુસાર આ ફિલ્મ ભારતની સૌથી મોંઘી ફિલ્મ સાબિત થઈ રહી છે.

અત્યાર સુધી અક્ષય કુમાર અને રજનીકાંતની ફિલ્મ ‘2.0’ બનાવવામાં 570 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જે ભારતની સૌથી મોંઘી ફિલ્મ હતી. બીજા નંબરે ફિલ્મ રામ ચરણ અને જૂનિયર NTRની ફિલ્મ ‘RRR’ હતી, આ ફિલ્મ બનાવવામાં 550 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. એસ. શંકરે ફિલ્મ ‘2.0’નું નિર્દેશન કર્યું હતું અને એસ. એસ. રાજામૌલીએ ફિલ્મ ‘RRR’નું નિર્દેશન કર્યું હતું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here