અમદાવાદી અભિનેત્રી અને લોકપ્રિય એમસી લીપી ગોયલે સ્ટાર પ્લસ અને હોટસ્ટાર પર 2 માર્ચથી શરૂ થયેલી ડ્રામા સિરીયલ ‘આપ કી નજરોંને સમજા’ માં ભૂમિકા મેળવીને તેની સિધ્ધિઓમાં વધુ એક ઉમેરો કર્યો છે. સ્ટારપ્લસની આ સિરીયલમાં તે જીનલ નામની હાઉસ કેરટેકરની ભૂમિકા બજાવે છે. આ સિરીયલમાં લીપી પ્રસિધ્ધ કલાકાર પીઢ નારાયણી શાસ્ત્રી (ક્યુકી સાસ ભી કભી બહુથી  ફેમ) અને વિજયેન્દ્ર કુમેરિયા (નાગીન-4 અને 5 ફેમ) સાથે જોવા મળશે.

1615989333 6944

આ અગાઉ લીપી કેટલીક ગુજરાતી અને હિન્દી ફિલ્મોમાં તથા શોર્ટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. લીપી જણાવે છે કે “નારાયણી શાસ્ત્રી અને વિજયેન્દ્ર કુમેરિયા (સંજોગવશાત્ત વિજયેન્દ્ર પણ અમદાવાદના છે અને દર્શકોમાં ખૂબ જ જાણીતા છે) જેવા પ્રસિધ્ધ કલાકારો સાથે કામ કરવું તે મારા માટે ઘણી સારી તક છે. હું તેમની પાસેથી ઘણું શિખી છું.”  લીપીએ સુપરહીટ કોમેડી ડ્રામા અને ગુજરાતી ફિલ્મ ‘પાસપોર્ટ’ થી ફિલ્મ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું અને વર્ષ 2017માં બોલિવુડની મલ્ટીપ્લેક્સ મૂવી ‘સ્વીટી વેડઝ એનઆરઆઈ’ માં પણ ભૂમિકા ભજવી હતી.

 

માત્ર 8 વર્ષની કારકીર્દિમાં એવોર્ડ વિજેતા એન્કર તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના 600થી પણ વધુ શો નું સંચાલન કરી ચૂકેલી લીપી  ટૂંક સમયમાં ગુજરાતી નવી ફીલ્મ ‘રંગ જો લાગ્યો’ માં પણ જોવા મળશે. આ ફીલ્મનું દિગ્દર્શન કિરણ પટેલ કરી રહ્યા છે.

1615989471 4526

લીપીએ હિન્દી ટીવી ક્ષેત્રે અનિલ કપૂરની ‘24’ થી પદાર્પણ કર્યું હતું અને પત્રકારની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2019માં લીપી Zee5 ઉપર રજૂ થયેલી હિન્દી ભાષાની સાયકોલોજીક થ્રીલર ફીલ્મ ‘પોષમ પા’ માં જોવા મળી હતી.

 

લીપી એવોર્ડ વિજેતા ‘મુંબઈ બુલેટ’ અને અન્ય શોર્ટ ફીલ્મમાં કામ કરી ચૂકી છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફીલ્મ ફેસ્ટીવલમાં રજૂ થઈ હતી અને આ ફીલ્મને ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here